Monday, November 29, 2010

"અમેરિકા હોય કે..."

અમેરિકા હોય કે હોય ઓલું ઇંગ્લેન્ડ,
મનડું મૂંઝાય અને તનડું તવાય છે.
દેખીતો ફાયદો અને ખોટ મોટી જાય છે.

કોઈ વળી કહે છે: ડોલરને યાન થકી ગમતીલી ખોજ છે,
દરદ અનેક પણ દવા હોય હાથવગી, અને એક મોજ છે.
અંદર તો બોજ, ગૂમ થયા નામ, નંબરથી લોક ઓળખાય છે.
અમેરિકા હોય કે હોય ઓલું ઇંગ્લેન્ડ...

કોઈ વળી કહે છે; દોમ દોમ સાહયબીની જોવા જેવી શાન છે,
નડે એક કાયદો, દેખાય છે ફાયદો, એના જ દંડ થકી માન છે:
મકાનો આસમાની તોય, પેલા 'ઘર' જેવું કંઈક તો ભૂલાય છે.
અમેરિકા હોય કે હોય ઓલું ઇંગ્લેન્ડ...

દૂરથી નજીકને દૂર, કાનમાં લટકું કરતો હાજર મોબાઈલ છે.
ઓફિસે, રસ્તે, ગાડીએ એકલા, હાથે લેપટોપ ઈ-મેઈલ છે:
ખાસખાસ, બેઠાં હોય આસપાસ, લાગે કે હૈયું એક ફેઈલ છે.
અંદરથી બહાર નીકળવા ચાહતી લાગનીયું પલપલ છેતરાય છે.
અમેરિકા હોય કે હોય ઓલું ઇંગ્લેન્ડ...

દરિયાના પાણીને બરફના ઢેર, ચોમાસે વરસાદી કેર છે,
નવીનવી સ્કીમમાં, લાઈફ ટાઈમ ચાલે ઈ ટહુકો તો ઘેર છે.
મોજ ભરી ઉડવા મથતું પંખીડું માળામાં એકલું અથડાય છે.
અમેરિકા હોય કે હોય ઓલું ઇંગ્લેન્ડ...

Friday, November 26, 2010

"ભાગો શહેરમાં બોમ્બ ફુટે છે"

ચારો તરફ ; ઉઠી ચિચિયારી,
શહેરની સડક; બની અંધિયારી,
દ્રશ્ય જોઈ; ઉઠે ધ્રુજારી,
સ્તબ્ધ થઇ ગયા; નરને નારી.
શાંતિના લુટારૂ જીંદગી લુટે છે,
ભાગો શહેરમાં; બોમ્બ ફૂટે છે.

કોઈના શરીરમાં; વહે છે લોહી,
કોઈ મડદા પર; રહ્યું છે રોઈ,
કોઈનો પગ; કોઈનો કપાયો હાથ,
કોઈનો જીંદગીથી; છૂટ્યો સાથ,
લાશ ઉપાડવા; લોકો ખૂટે છે,
ભાગો શહેરમાં; બોમ્બ ફૂટે છે.

ક્યાંક ધુમાડા; ક્યાંક છે આગ,
ચારો તરફ છે; ભાગમ ભાગ,
ક્યાંક છે ધડ; ક્યાંક છે શીષ,
કોઈ રડે કોઈ; પડે ચીસ,
દયાનો પતિ; છાતી કુટે છે,
ભાગો શહેરમાં; બોમ્બ ફૂટે છે.

જોરથી કોઈ; ખાય જો છીંક,
તો પણ હવે, લાગે છે બીક,
સુરક્ષીત જગ્યા; ક્યાં રહી છે,
મંદિરે જવામાં; પણ ભય છે,
એ યાદ આવે ને પરસેવો છુટે છે,
ભાગો શહેરમાં; બોમ્બ ફૂટે છે.

રક્ત વહાવી; રહ્યો હેવાન,
ઇન્સાન કરે; રકતનું દાન,
એ વિરલાઓને; લાખ સલામ,
જાન પર ખેલી; બચાવે જાન,
માનવતાની; સરવાણી ફૂટે છે,
ભાગો શહેરમાં; બોમ્બ ફૂટે છે.

એક બીજાને; ગાળો દેતા,
નથી થાકતા; આપણા નેતા,
અપરાધીઓને; એના ખોળે,
એક બીજા પર; દોશો ઢોળે,
આ માટે પ્રજા; તેને ચૂંટે છે?
ભાગો શહેરમાં; બોમ્બ ફૂટે છે.

હોય હિંમત; શેતાન તારી જો,
તારા બાળકને; ટાંકણી મારી જો,
તેના રૂદન પર, હાસ્ય કરી જો,
દુઃખ દાતા દુઃખ; કોઈનું હારી જો,
ગર્વ રાજા; રાવણનોય તુટે છે,
ભાગો શહેરમાં; બોમ્બ ફૂટે છે.

Saturday, November 20, 2010

"Searching For"

I am lonely road of broken dreams,
It's a boulevard that i am searching for...
These stars are all so dull,
It's the moon that i am searching for...
Happiness is so angry at me,
it's the life that i am searching for...
There is a crowd around me at all times,
It's a love that i am searching for...
My life is just like path,
It's a destination that i am searching for..
Don't know what is it that i have lost,
May be its 'ME' that i am searching for...